Gujarat

અલથાણ-ભીમરાડ રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પતિની સાથે જ કામ કરતા કારીગરે કુકર્મ આચર્યું

સુરતમાં અલથાણ-ભીમરાડ રોડની નવી બંધાતી બિલ્ડીંગમાં ટાઈલ્સ ફિટીંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ચાલ આપણે ગેમ રમીએ એમ કહી મોંઢુ દબાવી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાદ કોઈને જાણ કરશે તો તને અને તારા પતિને મરાવી નાંખીશ એવી ધમકી આપ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાય છે. પોલીસે પતિના સહકારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રજ્ઞાચક્ષુ પરિણીતા અવાજથી સાદીક આલમને ઓળખતી હતી મળતી માહિતી પ્રમાણે, અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં યુવક ટાઇલ્સ ફિટીંગનું કામ કરે છે કામ કરે છે અને 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાદીક આલમ હબીબુર રહેમાન (ઉ.વ. 38) પણ ટાઇલ્સ ફિટીંગનું કામ કરવા પંદર દિવસ અગાઉ આવ્યો હતો. મહિલા આલમને જોઈ શકતી ન હતી પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી.

ગત 10 જાન્યુઆરીએ સવારના 9 વાગ્યાના અરસામાં આલમ મહિલાના રૂમમાં જઇ ચાલ આપણે ગેમ રમીએ એમ કહી તેના મોંઢા ઉપર હાથ મુકી દુષ્કર્મ કર્યુ હતું. પતિના પરિચીતની હેવાનીયતને પગલે મહિલા ચોંકી ગઇ હતી અને પતિ સાંજે કામ ઉપરથી પરત આવ્યો ત્યારે સમગ્ર બાબતની જાણ કરી હતી. પરંતુ પતિએ જે તે વખત પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ બે દિવસ અગાઉ સાંજના સમયે મહિલાની એકલતાનો લાભ લઇ આલમ પુનઃ રૂમમાં ઘુસી ગયો હતો.