જામનગર શહેરના ખીજડીયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે ગૌશાળાની સામેથી રોડ ક્રોસ કરવા જતાં યુવકને ટ્રક ચાલકે હડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શહેરના ગોકુલનગર શેરીનં-1માં રહેતા લક્ષ્મીબેન ઉર્ફે શાન્તુબેન પ્રવિણભાઈ ગોહીલ (ઉ.વ.55) નામની પ્રૌઢાએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે કે, પ્રૌઢાના ભાઈ ભીખુભાઈ નરશીભાઈ ભોજાણી (ઉ.વ.40) નામના યુવક ગત તા.10ના બપોરના સમયે ખીજડીયા બાયપાસથી આગળ ગૌશાળા પાસે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પુરપાટ આવતા ટ્રક ચાલકે યુવકને હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પીએસઆઈ એ.આર.પરમારે તપાસ હાથ ધરી છે અને મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. ટ્રક ચાલકની ધરપકડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

