Gujarat

મુન્દ્રામાં માછલી પકડવા ગયેલો યુવાન ડૂબ્યો

મુન્દ્રાના રાશા પીર સર્કલથી ટી-પોઈન્ટ વચ્ચે આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલો 30 વર્ષીય યુવાન સોનુકુમાર રામાશંકર રામ ડૂબી ગયો હતો. તે મૂળ બિહારનો રહેવાસી છે.પ્રાથમિક માહિતી અનુસાર, માછલી પકડતી વખતે તેનો પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, એટલે કે રાત્રે ૧૦ વાગ્યા સુધી, યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ પૂરજોશમાં ચાલુ છે.