Gujarat

ભાવનગરના નેસવડ ગામે ડીજે બંધ કરાવવા મામલે યુવાન પર જીવલેણ હુમલો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે એક વર્ષ પેહલાં ‘ડીજે’ બંધ કરાવવાની અદાવતમાં બે શખ્સોએ એક યુવાન પર લાકડી અને લોખંડની સોટી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને હાથની આંગળીમાં ફેક્ચર અને શરીરે મુઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર બાદ તેણે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​નેસવડ ગામમાં રહેતા અને ખેતી તથા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય જગાભાઈ ડાભી ઉ.વ.40 એ પોલીસ ફરિયાદ હતી કે, આજથી એક વર્ષ પહેલા વિજયના કાકાના દીકરા આકાશના લગ્નમાં ગામના જ લાલજી વલ્લભભાઈ ડાભીએ 100 નંબર પર ફોન કરી ડીજે બંધ કરાવ્યું હતું, ​જેની અદાવતમાં, ગત તા.4/1/26 ના રોજ જ્યારે લાલજીના ભાઈના લગ્ન હતા, ત્યારે વિજયના પરિવાર તરફથી 112 નંબર પર ફોન કરી ડીજે બંધ કરાવવામાં આવ્યું હતું, આ બાબતે બંને પરિવારો વચ્ચે એકબીજા ના પ્રસંગોમાં ડીજે બંધ કરાવતા તણાવ ઉભો થયો હતો, જે બાદ ગતરોજ સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ સમાધાન થયું ન હતું