સીતારામ ધૂન મંડળ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ ગાયો માટે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા એક આઇસર ભરીને લીલી નીણ પાંજરાપોળને અર્પણ કરવામાં આવી હતી.
આનંદધામ ગ્રીન સિટી સ્થિત સીતારામ ધૂન મંડળ દર અગિયારસના દિવસે ધૂન કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત, તેઓ સારા કે મોળા પ્રસંગોએ ધૂન કરવા જાય છે. આ પ્રવૃત્તિઓથી થતી આવકનો ઉપયોગ અબોલ ગાયોના ઘાસચારા, પક્ષીઓના ચણ અને શ્વાનના રોટલા માટે થાય છે.

ધૂન મંડળના સભ્યો કોઈપણ પ્રકારની ફી લીધા વિના ધૂન કરવા જાય છે. બોટાદ મહાજન પાંજરાપોળ દ્વારા સીતારામ ધૂન મંડળનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

