Gujarat

અકસ્માત : નારદીપુર નજીક કારની ટક્કર વાગતાં સાઇકલ સવાર વૃદ્ધનું મોત

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ નજીક તેજ ઝડપે ધસી આવેલી કારની ટક્કર વાગતા સાયકલ સવાર વૃદ્ધનું મોત થયુ હોવાનો બનાવ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેના આધારે પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના બનાવ અંગે રોનકસિંહ વાઘેલા (રહે-વાઘેલા વાસ, નારદીપુર)એ કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ અકસ્માતની વિગત એવી છે કે તેમના પિતા અશોકજી શંકરજી વાઘેલા તા. ૧૫મી જાન્યુઆરીના રોજ બપોર પછી ખેતરમાં ઘઉંની વાવણી જાેવા માટે સાયકલ લઇને ઘરેથી નિકળ્યા હતાં. ત્યાંથી સાંજે પાંચ વાગ્યા પછી સાયકલ લઇને ઘરે પરત આવી રહ્યા હતાં. ત્યારે નારદીપુર ગામ નજીક પહોંચ્યા એ વખતે તેજ ઝડપે એક કાર ધસી આવી હતી. કારની ગતિ વધારે હોવાથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને સાયકલને અટફેટે લઇ જાેરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં અશોકજી વાઘેલા સાયકલ સાથે રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવ અંગે જાણ થતાની સાથે મિત્રો સાથે રોનકભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ત્યાં જઇને જાેયુ તો અશોકજી વાઘેલા ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. જેથી તેમને નારદીપુર સરકારી દવાખાને લઇ જવાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ગાંધીનગરલઇ જવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે અશોકજીને મૃત જાહેર કર્યા હતાં.