Gujarat

ત્રણ વર્ષની માસૂમ પર દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ

માતા-પિતાને ઝાડીમાં બેભાન હાલતમાં મળી, સારવાર માટે સિવિલના ૈંઝ્રેં વોર્ડમાં ખસેડાઈ

ગાંધીનગરના સેક્ટર-૨૪માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં થોડા મહિના પહેલા ૫ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજયને હચમચાવી દીધું હતું ત્યારે આવી જ એક ઘટનાનું પુનરાવર્તન ખોરજના અદાણી શાંતિગ્રામ ખાતેંની લેબર કોલોનીમાં ઘટી છે. અત્રેની સ્પાર્ટન બિલ્ડર કંપનીની લેબર કોલોનીમાંથી આશરે ૨૨ વર્ષીય યુવકે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીમાં દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની શર્મસાર કરતી એક ઘટના અડાલજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. સેક્ટર-૨૪માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં થોડા મહિના પહેલા ૫ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના હજી લોકોના માનસપટ પર છવાયેલી છે ત્યારે અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ અદાણી શાંતિગ્રામ ખાતેની એક લેબર કોલોનીમાં ઘર આગળ રમતી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી આશરે ૨૨ વર્ષીય નરાધમ શખસે નજીકની ઝાડીમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે.

વિશ્વસનીય પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખોરજ અદાણી શાંતિગ્રામ ખાતે સ્પાર્ટન બિલ્ડર કંપનીની લેબર કોલોનીમાં છેલ્લા દોઢ-બે વર્ષથી રહી મજૂરી કામ કરતા શ્રમજીવી દંપતીની ત્રણ વર્ષની દીકરી ગઈકાલે બુધવારે રાત્રે દસ સવા દસ વાગ્યાની આસપાસ ઘર આગળ રમી રહી હતી. જ્યારે તેની માતા ઓરડીમાં કામકાજ કરતી હતી. થોડીવાર પછી માતા બહાર આવી ત્યારે દીકરી જાેવા નહીં મળતા આજુબાજુમાં શોધખોળ કરવા લાગી હતી પરંતુ, દીકરીનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. આ વાત વાયુવેગે પ્રસરી જતાં લેબર કોલોનીમાં રહેતા અન્ય મજૂરોએ પણ ચારે દિશામાં બાળકીની શોધખોળ આદરી હતી.અગિયારેક વાગ્યાના અરસામાં બાળકી લેબર કોલોનીની પાછળ આવેલી ઝાડીમાં નિવસ્ત્ર બેભાન હાલતમાં મળી આવી હતી. આ દૃશ્ય જાેઈ બાળકીની માતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં બાળકીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ આવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને પ્રાથમિક સારવાર આપી સઘન સારવાર અર્થે ઇએમડી આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઇ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું કે, બાળકી ગઈકાલે રાતે ઓરડી આગળ રમી રહી હતી. ત્યારે મૂળ બિહાર ઝારખંડના આશરે ૨૨ વર્ષીય સન્ની માંજી નામના શખસે દુષ્કર્મના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું હતું. જે બાળકીને લેબર કોલોની પાછળની ઝાડીમાં લઈ ગયો હતો. હાલમાં બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું તબીબી અભિપ્રાયથી જાણ્યું છે. વધુમાં પીઆઇ ઓડેદરાએ ઉમેર્યું કે, સન્ની માંજી પણ દોઢેક વર્ષથી તેના ભાઈ સાથે મજૂરી અર્થે અત્રેની લેબર કોલોની રહેતો હતો. જેનો ભાઈ પંદરેક દિવસથી બિહાર ઝારખંડ ગયો છે. ગઈકાલે બાળકી રમતા રમતા ગુમ થઈ જતા પરિવારે શોધખોળ આદરી હતી. ત્યારે અન્ય મજૂરોની પૂછતાછમાં સન્ની કૃત્ય આચર્યું હોવાનું પરિવારને માલૂમ પડ્યું હતું. જેના પગલે સન્ની માંજીને અટક કરી લેવાયો છે. હાલમાં અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની વધુ પૂછતાછ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉક્ત ઘટનાની સાથે-સાથે ગઈકાલે બુધવારે અદાણી શાંતિગ્રામ રીવેરા ઇન્સપાયર મજૂર કોલોનીના લેડીઝ બાથરૂમ બહારથી એક નવજાત બાળકનો ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ગત બપોરે દોઢેક વાગે ૧૧૨ જન રક્ષક મોબાઈલ પર કમલ પ્રકાશ યોગી નામના વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે, મજૂર કોલોની પાસે એક ભ્રૂણ જેવું બાળક મળી આવ્યું છે. આ વર્ધી મળતા જ અડાલજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ ભરતકુમાર ભોળાભાઈ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન લેડીઝ બાથરૂમના બહારના ભાગેથી સાતેક માસનું નવજાત ભ્રૂણ મરણ ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે મૃત બાળકને ફેંકી દેવાયું હોવાના પગલે તેને આગામી ૭ દિવસ સુધી સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.