Gujarat

લિંબાયત બાદ હવે પશ્ચિમ વિધાનસભામાં ‘ફોર્મ નંબર 7’ નો ખેલ

લિંબાયત વિધાનસભા બાદ હવે સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકમાં ફોર્મ નમ્બર 7 ભરી મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક અગ્રણી શેખ મોહમ્મદ સોહેલ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી લેખિત અરજીમાં જણાવાયું છે કે, ચોક્કસ હેતુસર મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ વિવાદમાં ફોર્મ નંબર 7 નો દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ વિસ્તારમાં 9,617 શંકાસ્પદ વાંધા અરજીઓ મળતી માહિતી મુજબ, સુરત પશ્ચિમ વિસ્તારમાં કુલ 9,617 જેટલી વાંધા અરજીઓ શંકાસ્પદ રીતે ભરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં વાંધા માત્ર 22 જેટલી વ્યક્તિઓ દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદમાં ભાજપના કાર્યકર સન્ની ભગતનું નામ અને ફોટો સાથેના પુરાવા રજૂ કરતા આક્ષેપ કરાયો છે કે, સન્ની ભગતે એકલાએ 35થી વધુ બૂથમાં વાંધા અરજીઓ દાખલ કરી છે.

મોટા પાયે વાંધા લેવા પાછળ કોઈ મોટું કાવતરું હોવાની આશંકા સ્થાનિકોનું કહેવું છે કે, આ વ્યક્તિ જે-તે વિસ્તારનો રહેવાસી નથી અને ત્યાંના મતદારોને ઓળખતો પણ નથી, છતાં આટલા મોટા પાયે વાંધા લેવા પાછળ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. જોકે આ મામલે સન્નીએ કોઈપણ પ્રકારનું નિવેદન આપવા અંગેના પાડી છે.