ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને તેમની સાથે ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ઊંઘની ગોળી ભેળવી બેહોશ કર્યા બાદ રોકડ રકમ, કિંમતી દાગીના, મોબાઈલ ફોનના સીમકાર્ડ, એટીએમની ચોરી કરનાર આરોપીને અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ધો. ૪ અભ્યાસ કરેલો આરોપી ૧૫ દિવસ માટે ટુર ઉપર નીકળી જતો હતો અને દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં પોતાનો શિકાર કરતો હતો. મોબાઇલ ફોન ચોરી કરવાની જગ્યાએ તેમાંથી માત્ર સીમકાર્ડ કાઢી લેતો અને સાથે ચોરેલા એટીએમ કાર્ડનો પીન બદલીને રોકડ ઉપાડી લેતો હતો.
રેલ્વે એલસીબીની ટીમ દ્વારા દિલ્હી ખાતે આરોપીના ઘરે સાત દિવસ મજૂર ફુગ્ગા વાળા અને લારીવાળા બનીને વોચ ગોઠવી છેવટે ઘરે આવતા દબોચી લીધો હતો. પોલીસે આખા રાજ્યના રેલ્વે ચોરીના ૨૫ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદ પશ્ચિમ રેલવેના ડ્ઢરૂજીઁ ચેતન મુંધવાએ જણાવ્યું હતું કે, અમદાવાદ રેલવે પોલીસમાં ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કરીને તેમની ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ઊંઘની દવા અલ્પ્રાઝોલમ ભેળવીને તેને બેહોશ કરી મુસાફરની પાસે રહેલા કીમતી દાગીના રોકડ રકમ તેના મોબાઈલ ફોનના સીમકાર્ડ સહિતની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇને રેલ્વે એલસીબીના પીઆઇ જયદીપ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી.
રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ વગેરે તપાસવામાં આવ્યા હતા, જેના આધારે દિલ્હી રહેતા અમિતકુમાર ઠાકુર નામના વ્યક્તિ દ્વારા આવા ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે રેલવે એલસીબીના પીઆઇની ટીમ દિલ્હી ખાતે આવેલા હૈદરપુર ખાતે તેના ઘરની આસપાસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશન નજીક રહે છે વર્ષ ૨૦૨૨થી આ પ્રમાણે તે ગુનાઓને અંજામ આપી રહ્યો છે. મુસાફરોને લૂંટી લેવા માટે દિલ્હીના આનંદવિહાર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવતો હતો. કોઈપણ રાજ્યમાં જતી ટ્રેનમાં તે પોતાનો શિકાર કરતો હતો. ૧૫ દિવસ સુધી તે અલગ અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં જતો હતો. દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ત્યારબાદ પરત દિલ્હી આવતો હતો.
ખાણીપીણીમાં દવાને ભેળવી બેહોશ કરી દેતો
ટ્રેનમાં સ્લીપર કોચમાં આરોપી ટિકિટ લઈને મુસાફરી કરતો, ત્યારબાદ કોઈ એકલ દોકલ મુસાફર હોય તો તેની સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ કોઈપણ રેલવે સ્ટેશન પરથી ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં તેની પાસે રહેલી દવાને ભેળવી તેને બેહોશ કરી દેતો હતો. ત્યારબાદ તેની પાસે રહેલી રોકડ રકમ કીંમતી દાગીના અને મોબાઈલ ફોનનું સીમકાર્ડ તેમજ એટીએમ કાર્ડ લઈ લેતો હતો.
આરોપી ચોરીના પૈસાથી જ રેલ્વેમાં ટિકિટ બુક કરાવતો અને ત્યારબાદ મુસાફરી કરી અને આ પ્રમાણે ટાર્ગેટ કરતો હતો. આરોપી ધોરણ ચાર સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ તેને એટીએમ કાર્ડમાં પૈસા ઉપાડવા માટે મોબાઇલ ફોન ચોરી કરવાની જગ્યાએ માત્ર સીમકાર્ડ કાઢી લેતો હતો અને આ સીમકાર્ડ કાઢી અને એટીએમમાંથી પૈસા કાઢીને પણ લઈ લેતો હતો.
૨ લાખ રોકડા સહિતનો મુદ્દામાલ સાથે દબોચી લીધો
વર્ષ ૨૦૨૨થી આરોપી ગુનાને અંજામ આપી રહ્યો છે. આરોપી દ્વારા અમદાવાદથી કલકત્તા રાજસ્થાન, બિહાર, ગોરખપુર, યુપી તેમજ મુંબઈથી પશ્ચિમ બંગાળ રાજસ્થાન અલગ-અલગ રાજ્યોમાં જતી ટ્રેનોમાં આરોપી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા બે લાખ રૂપિયા, ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદ રેલવે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ટ્રેનમાં મુસાફરી દરમ્યાન યાત્રીઓએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા પીવાની વસ્તુઓ જેવી કે જ્યુશ, બિસ્કીટ, પાણી, ચા, પુરી-શાક વગેરે ન ખાવું જાેઈએ. કારણકે ગુનેગારો દ્વારા આ પ્રકારની વસ્તુઓમાં કેફી પદાર્થ ભેળવેલું હોવાથી યાત્રીઓના જીવને જાેખમ તેમજ કિંમતી દાગીના અને રોકડ રકમ, મોબાઇલ ફોન, લેપટોપ જેવી કિંમતી વસ્તુઓ ચોરી થવાની પૂરી શક્યતા રહેલી છે. જાે આવો કોઇ બનાવ બને તો તાત્કાલિક રેલ્વે હેલ્પલાઈન નંબર ૧૩૯ પર સંપર્ક કરવો.

