ખેતીવાડી ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે ગાંધીનગર જિલ્લામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ થયો છે. ભારત સરકારની એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ખેડૂતોએ વાવેલા પાકની વિગતોની ચોકસાઈ તપાસવા માટે હવે છૈં મ્ર્ં્ એટલે કે રોબોટિક સિસ્ટમ દ્વારા ડેટા વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને ઓટોમેટેડ વોઇસ કોલ અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરી પાકની વિગતોની ખરાઈ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે ખેતીમાં ટેકનોલોજીના નવા યુગની શરૂઆત થઈ રહી છે.
રવિ ઋતુ દરમિયાન જિલ્લામાં સર્વેયરો દ્વારા ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને મોબાઈલ એપ્લિકેશન મારફતે પાકના જીઓ-ટેગિંગ લોકેશન સાથેના ફોટા અને વિગતો રેકોર્ડ કરવામાં આવી હતી. આ માહિતીમાં કોઈ ભૂલ નથી તે નિશ્ચિત કરવા માટે સરકાર હવે છૈં બોટનો સહારો લઈ રહી છે. જે ખેડૂતોના ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ થઈ ગયા છે તેમને સિસ્ટમ દ્વારા કોલ કરવામાં આવશે અને પૂછવામાં આવશે કે શું સર્વેમાં નોંધાયેલ પાક સાચો છે. આ અંગે ગાંધીનગર જિલ્લાના નાયબ ખેતી નિયામક દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેમને છૈં બોટ દ્વારા કોલ કે મેસેજ આવે ત્યારે તેઓ પોતાના ખેતર અને પાકની સાચી અને સચોટ માહિતી આપે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરકારી છે અને તેનો હેતુ ખેતીના ડેટાને વધુ પારદર્શક બનાવવાનો છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની અફવાઓ કે ગેરમાર્ગે દોરનારી વાતોમાં ન આવવા સલાહ આપવામાં આવી છે.
આ ડિજિટલ પહેલનો મુખ્ય ફાયદો એ થશે કે ભવિષ્યમાં જ્યારે પાક વીમો, સહાય કે અન્ય સરકારી યોજનાઓના લાભ આપવાના હોય ત્યારે સરકાર પાસે સચોટ ડેટા ઉપલબ્ધ હશે. આથી ખેડૂતોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને સહાયની પ્રક્રિયા અત્યંત ઝડપી બનશે. જિલ્લાના તમામ ખેડૂતોને આ આધુનિક પહેલમાં સક્રિય સહયોગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

