Gujarat

રાજકોટ ભાજપમાં જૂથબંધી વચ્ચે શિક્ષણમંત્રીએ બધાને ચોંકાવ્યા, અમૂકના ભવાં ઊંચા થઈ ગયા

રાજકોટમાં આયોજીત બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ કાર્યક્રમમાં હાજર હોય અને અન્ય લોકોની સાથે સ્ટેજ નીચે બેસ્યા હોય રિવાબાએ તેઓને સ્ટેજ પર બોલાવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. રાજકોટ ભાજપની જૂથબંધીની વચ્ચે આ ઘટનાના કારણે ઉપસ્થિત સૌ કોઈના ભવાં ઉંચા ચઢી ગયા હતા.

બજેટ મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યા હતા. અંજલિબેન રૂપાણી સ્ટેજની નીચે બેસ્યા હોય રિવાબાએ કાર્યક્રમની શરૂઆતમાં જ તેઓને ઉપર બોલાવ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. અંજલિબેનની સાથે સ્ટેજ નીચે બેસેલા પૂર્વ મેયર બિનાબેન આચાર્ય અને રક્ષાબેન બોળિયાને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા.

મહિલાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ

તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રયી બજેટના સંદર્ભમાં રાજકોટ ભાજપ દ્વારા બજેટ મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. સ્વાગત પ્રવચન દરમિયાન રિવાબા જાડેજાએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે…ગીતની પંક્તિ લલકારી હતી.