Gujarat

અમિત શાહ અડાલજમાં શિક્ષાપત્રી મહોત્સવમાં હાજરી આપશે

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે છે. અડાલજ ખાતે આયોજિત એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લિખિત પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની 200 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ‘સમૈયો મહામહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગે મંત્રી વિશેષ ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કરશે.

કાર્યક્રમની વિગતો

આ મહોત્સવ 27 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 02:00 કલાકે યોજાશે. અડાલજના જમીયતપુરા રોડ પર આર વર્લ્ડ સામે આવેલા પર્વ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.