અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક છે. દેવસ્થાન સમિતિના વહીવટીદાર હિમાંશુ ચૌહાણે અનંત અંબાણી અને રિલાયન્સ પરિવારના આ સેવાકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

