Gujarat

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

૨૬ એપ્રિલે યોજાશે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી

ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જાેવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(૧ એપ્રિલ, ૨૦૨૬) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની ૧૫ મહા નગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત-
મનપા: ૧૫ (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)
જિલ્લા પંચાયત: ૩૪
તાલુકા પંચાયત: ૨૬૦ (૧૭ નવી તાલુકા પંચાયત સહિત)
નગર પાલિકા: ૮૪
મતદારો: ૪ કરોડ ૧૮ લાખ ૯૧ હજાર ૭૦૦
આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર-
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ
ચૂંટણીનું જાહેરનામું: ૬ એપ્રિલ, ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ, ૨૦૨૬
ફોર્મની ચકાસણી: ૧૩ એપ્રિલ, ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ
મતદાનની તારીખ: ૨૬ એપ્રિલ, ૨૦૨૬
મતગણતરી અને પરિણામ: ૨૮ એપ્રિલ, ૨૦૨૬

કેટલી બેઠકો પર ચૂંટણી?
૧૫ મહાનગરપાલિકા: ૧૦૪૪ બેઠકો
૮૪ નગરપાલિકા: ૨૬૩૨ બેઠકો
૨૬૦ તાલુકા પંચાયત: ૫૨૭૧ બેઠકો
૩૪ જિલ્લા પંચાયત: ૧૦૯૨ બેઠકો
કુલ બેઠકો: ૧૦,૦૩૯ બેઠકો

નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી-

ગુજરાત સરકારે હાલમાં જે ૮ નવી નગરપાલિકાને ‘મહાનગરપાલિકા‘નો દરજ્જાે આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

ર્ંમ્ઝ્ર અનામતનું નવું સમીકરણ-

આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (ર્ંમ્ઝ્ર) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જાેગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની ૭ બેઠકો ર્ંમ્ઝ્ર માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

વહીવટદારોના શાસનનો આવશે અંત-

ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થશે.

આચારસંહિતાના કડક નિયમો-

? ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુક્ત અને ન્યાયી વાતાવરણ જળવાય તે માટે આયોગે કેટલાક પ્રતિબંધો લાદ્યા છે:
? ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની બદલી કે રજા પર પ્રતિબંધ રહેશે.
? મતદારોને પ્રભાવિત કરે તેવી નવી સરકારી યોજનાઓ કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત કરી શકાશે નહીં.
? સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં.
? ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની અંતિમ તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓના કોન્ટેક્ટ નંબર-

? ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દેખરેખ અને સહાય માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો અને અધિકારીઓ નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકે છે:
? કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર્સ:
? ૦૭૯ ૨૩૨૫૨૦૭૨
? ૦૭૯ ૨૩૨૫૨૦૭૩
? ૦૭૯ ૨૩૨૫૮૭૦૬
? ઇ-મેઇલ એડ્રેસ: sec-sec@guja®a.gov.in
? રાજ્ય ચૂંટણી કમિશનર – ૦૭૯ ૨૩૨૫૨૮૮૮, ૨૩૨૫૨૩૨૭
? સચિવ – ૦૭૯ ૨૩૨૫૨૩૨૬, ૨૩૨૫૨૧૪૯
? સંયુક્ત કમિશનર ૦૭૯ ૨૩૨૫૨૧૪૬
? સંયુક્ત ચૂંટણી કમિશનર – ૦૭૯ ૨૩૨૫૨૧૪૭
? નાયબ ચૂંટણી કમિશનર – ૦૭૯ ૨૩૨૫૨૧૪૮
? નાયબ સચિવ – ૦૭૯ ૨૩૨૫૨૧૪૧