અમદાવાદના નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જ્યારે બીજા બનાવમાં નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો હતો. ત્યારે ત્રીજા બનાવમાં એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં બેનાં મોત થયા છે.
નારણપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય,આરોપીની ધરપકડ નારણપુરા રહેતી 57 વર્ષીય મહિલા કચરા પોતાનું કામ કરે છે. તેમની 30 વર્ષીય દીકરી માનસિક અસ્વસ્થ હોવાથી માતા-પિતા અને સંતાનો સાથે રહે છે.
16 માર્ચે સગીર બાળક રડતા રડતા ઘરે આવ્યો હતો. જેથી તેને પૂછતા ઘરની સામે રહેતો આરોપી ફુગ્ગો અપાવવાના બહાને ઘરે લઈ ગયો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનું જણાવ્યુ હતું. ઘટનાના કારણે બાળક ડરી જતા તેને તાવ પણ આવી ગયો હતો. નારણપુરા પોલીસે ગુનો નોંધી 27 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.
નારણપુરામાં ગાડીઓના કાચ તોડી શખ્સોએ આતંક મચાવ્યો નારણપુરાના પ્રગિતનગર ફ્લેટમાં રહેતા ભુષણભાઇ વૈષ્ણવ ઘરે હતાં. ત્યારે કેટલાક શખ્સોએ આવીને તેમની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આ શખ્સોએ પાડોશી જયશ્રીબેન ભટ્ટીના ઘરની બહાર પણ તોડફોડ કરીને હેતલને બહાર કાઢો તેમ કહીને ધમકાવ્યા હતાં.
પાંચ આરોપીની ધરપકડ સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સંજય વોરા, ગોવિંદ રાજપૂત, રવિ પાટીલ, ગોવિંદ બાવરી અને રોહન રાવતની ધરપકડ કરી છે.પકડાયેલા પાંચ પૈકી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.

