Gujarat

વેલદા ટાંકી પાસેથી મહારાષ્ટ્ર ભાગી રહેલા વિકી વડરની ધરપકડ

તાપી જિલ્લાના નિઝર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફ ભાગવાની પેરવીમાં રહેલા આરોપી વિકી રવિભાઈ વડરને વેલદા ટાંકી પાસેથી દબોચી લીધો હતો.

નિઝર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વેલદા ટાંકી વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અરવિંદભાઈને ખાનગી બાતમી મળી હતી કે, નિઝર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના (ગુ.ર.નં. 11824007250239/2025) નો વોન્ટેડ આરોપી વિકી (ઉર્ફે વિકી વડર) નંદુરબાર તરફ જઈ રહ્યો છે.

બાતમી મળતા જ પોલીસે સતર્કતા દાખવી વોચ ગોઠવી હતી. વેલદા ટાંકી પાસેથી પસાર થતા આરોપીને ઓળખી કાઢી, તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ વીકી રવિભાઈ વડર છે, જે ખાપરગાવ સિમ્પીગલી, તા. અક્કલકુવા, જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નો રહેવાસી છે. આ કામગીરીમાં પો.કો. મેહુલભાઈ અરવિંદભાઈ, કલ્પેશભાઈ મસાભાઈ, પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ, મુકેશકુમાર સેંધાજી, મનોજભાઈ વિરસંગભાઈ, સંતવાનભાઈ ગોમાભાઈ તથા યતીનભાઈ શ્રાવણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.