પોરબંદરના યુદ્ધની અસર જોવા મળી છે.યુદ્ધને લઈને ખાડી દેશો તેમજ યુરોપના દેશોમાં માછલીની નિકાસ ઘટી જતાં હાલ પોરબંદરના બંદર પર રહેલ 50 ટકા બોટો સિઝન પૂર્ણ થવાના 2 માસ વહેલી જ બંધ કરી દેવામાં આવી છે. હાલ માછલીઓના પૂરતા ભાવ સહિતના કારણોસર પોરબંદરના બંદર પર રહેલ 2 હજાર મોટી બોટો અને 1500 નાની બોટો 2 માસ વહેલા બંધ થતાં તેમાં કામ કરતા 20 હજાર જેટલા માછીમારો બેરોજગાર બન્યા છે જેથી પોરબંદરના અર્થવ્યવસ્થાને સીધી અને આડકતરી રીતે કરોડો રૂપિયાનું નુકશાન વેઠવું પડશે અમેરિકા,ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધને લઈને અનેક દેશોમાં અસર જોવા મળી રહી છે.
ખાસ કરીને યુદ્ધને લઈને ઈરાન દ્વારા માલવાહક જહાજોના સમુદ્રી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી વિશ્વના અનેક દેશોમાં ક્રૂડ સહિતના સામાનની નિકાલ અટકી છે ત્યારે ભારતમાં પણ ક્રૂડ સહિતની વસ્તુઓની નિકાલમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો અન્ય સમુદ્રી માર્ગ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યું છે તેમાં ખર્ચે અને સમયમાં પણ વધારો થઈ રહ્યો છે જેથી હાલ મોટાભાગના નિકાસ અટક્યો છે ત્યારે ખાડી તેમજ યુરોપના દેશોમાં નિકાલ અટકી જતા હાલ માછીમારી વ્યવસાયમાં પણ ભારે ફટકો પડયો છે.

