Gujarat

ઊના, ગીરગઢડામાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત ઉભી થઇ

ઊના, ગીરગઢડા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં ઉનાળો બેસતાં ની સાથે પાણી અછત જોવા મળી રહી છે. રાવલ જુથ અને મચ્છુ નદી ડેમ જુથ યોજના હેઠળ પુરતાં પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું કરવાં ની માંગણી સાથે ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની આગેવાની હેઠળ પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરી હતી.

સીઝનના દિવસો જેમ-જેમ પસાર થતા જાય છે તેમ-તેમ દિન-પ્રતિદિન પીવાના પાણીની સમસ્યાઓ ઉના ગીરગઢડા બંને તાલુકામા સમસ્યા’ વધતી જાય છે.

ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ઉના તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓ તેમજ અન્ય ગામડાઓમાં 10 થી 12દિવસ સુધી પાણી આપવામાં આવ્યું જ નથી તેમજ ગીર પૂર્વ વન વિભાગ ગીર પશ્ચિમ વન વિભાગમાં આવતા માલધારી નેસોમાં પણ પાણીની તંગી ઉભી થઈ છે. જે અંગે ગંભીરતાપૂર્વક ધ્યાન દોરીએ કોંગ્રેસ અગ્રણી પુંજાભાઈ વંશ એ સમસ્યા વિકરાળ બંને તે પહેલાં તંત્ર એ ઉકેલ લાવવા માંગણી કરી હતી.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશ એ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બન્ને તાલુકા ના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા લોકોને તેની જરૂરિયાત મુજબ માથાદીઠ નક્કી કરેલ નિયમો અનુસાર પીવા અને વાપરવા તેમજ ઢોર માટે જે પાણી મળવું જોઈએ તે નહીં મળતું હોવાથી પાણી ની સમસ્યા માટે ના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર એ પાણી પુરવઠા બોર્ડ સાથે સંકલનમાં રહીને વહેલી તકે પાણી ની સમસ્યાથી છુટકારો આપવા માંગણી કરી છે.