બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાચરવા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 3384 બોટલો ઝડપી પાડી છે. પોલીસે ટોયોટા ફોર્ચ્યુનર ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18,25,357/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 8,05,357/- ની કિંમતની 3384 દારૂની બોટલો, રૂ. 10,00,000/- ની કિંમતની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી (નંબર: GJ12BR8998) અને રૂ. 20,000/- ની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના અનુસંધાનમાં LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

