Gujarat

જામનગરમાં વહીવટદાર રાજનો પ્રારંભ – આરતી કંવરે મનપાનો ચાર્જ સંભાળ્યો

જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મુદત પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે આરતી કંવરની નિમણૂક કરી છે, જેમણે આજે જામનગર આવીને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

કાર્યભાર સંભાળ્યા બાદ વહીવટદાર આરતી કંવરે મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી કાર્યો અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આજે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર આરતી કંવર અને જિલ્લા પંચાયતના વહીવટદાર કેતન ઠક્કરે મહાનગરપાલિકાના કમિશનર અને વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શહેર અને જિલ્લાના વહીવટી કાર્યોમાં સંકલન સાધવાનો અને પ્રજાલક્ષી કામો અટક્યા વગર વેગવંતા બને તે સુનિશ્ચિત કરવાનો હતો.