Gujarat

CISFના ASIની પત્નીના ગળામાંથી 48 ગ્રામની ચેન તોડી બાઇક ચાલકો ફરાર

અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજય કુમારના પત્ની સેલવીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બે શખસ આવ્યા હતા, જેમાંથી બાઈકની પાછળ બેઠેલા શખસે સેલવીબેનના ગળામાં રહેલા 48 ગ્રામનો સોનાનો દોરો ચોરી લીધો હતો.

આ દરમિયાન સેલવીબેન અને પાછળ બેઠેલા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થતા પાછળ બેઠેલા વ્યક્તિનું હેલ્મેટ નીકળી ગયું હતું. જોકે, લૂંટ કરીને બંને નાસી ગયા હતા. 1.70 લાખના દાગીના ખેંચી ફરાર થઈ જનાર બાઈક પર આવેલા બંને શખસ વિરુદ્ધ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવકનું ફેક ઈન્સ્ટા આઈડી બનાવી મહિલાને મેસેજ આંબાવાડીમાં રહેતો 28 વર્ષનો યુવક તાલુકા પંચાયતમાં નોકરી કરે છે. આ યુવકને તેના પડોશમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે, તું મારા ભાભીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર ખરાબ મેસેજ કેમ કરે છે. યુવકે મેસેજ ન કર્યો હોવાથી યુવક ઘરે આવીને મળ્યો ત્યારે યુવકના નામનું આઈડી પરથી મહિલાને મેસેજ આવેલા હતા, જેમાં યુવકનો ફોટો પણ લાગેલો હતો. યુવકે તપાસ કરતા યુવકના નામનું કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેક આઈડી બનાવી મહિલાને મેસેજ કર્યા હતા. જે અંગે યુવકે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.