Gujarat

AMCની છેલ્લી સ્ટેન્ડિંગ બેઠકમાં ઐતિહાસિક કામોને ભાજપની મંજૂરી

રાજ્યની મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલુ વર્ષે આગામી 1 થી 2 મહિનામાં યોજવાની છે, ત્યારે 10 માર્ચના રોજ ટર્મ પૂરી થવાના ચાર દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના વાર્ષિક બજેટ કરતાં પણ વધુ ઐતિહાસિક રૂ. 2500 કરોડના વિકાસકામોને મંજૂરી આપી હતી.

શહેરમાં નવા રોડ, બ્રિજ, ડ્રેનેજ પાણી સહિતની અલગ અલગ સુવિધાઓના 215થી વધુ કામોને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી સુધીમાં આ તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. ભાવનગર મનપાનું ચાલુ વર્ષ 2026-27નું 1900 કરોડનું બજેટ રજૂ કરાયું હતું જેના કરતાં 600 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી આપી છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં 2500 કરોડના વિકાસના કામોને મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10 માર્ચે હવે હાલની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થવા જઇ રહી છે, ત્યારે આજની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે, આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે

તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.