આમ આદમી પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી ફરીવાર રાજકારણ ગરમાયું છે, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની જંગી સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને આદિજાતિ મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા છે. જમીન સંપાદનથી લઈને નેતાઓની અઢળક સંપત્તિ મુદ્દે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આદિવાસીઓની જમીન છીનવી લેવા માટે તખ્તો તૈયાર કરી રહી છે.
આંબાડુંગર પ્રોજેક્ટ: ય્સ્ડ્ઢઝ્રના પ્રોજેક્ટ હેઠળ ૨૮ જેટલા ગામોની જમીન સંપાદિત કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
હાઈડ્રો પ્રોજેક્ટ: નસવાડી તાલુકામાં દ્ગડ્ઢઁઝ્ર સાથે ૧૮ ગામોની જમીન માટે સ્ર્ંેં કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે નોટિફિકેશન અને જાહેરનામા કાગળ પર સ્પષ્ટ છે, ત્યારે ભાજપના સાંસદ અને ધારાસભ્યો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
માજી આદિજાતિ અને વન મંત્રી પર આક્રમક પ્રહાર કરતા વસાવાએ કહ્યું કે, “જે નેતાઓ પહેલા બાઈક પર ફરતા હતા, તેઓ આજે ફોર વ્હીલરમાં ફરે છે. સાપુતારામાં હોટલો, મુંબઈમાં રિસોર્ટ અને કોસંબામાં જ્વેલર્સના ધંધામાં નાણાં રોક્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ તો માત્ર ટ્રેલર છે, હજુ મોટો બોમ્બ ફોડવાનો બાકી છે.”
ડેટા ચોરીનો જવાબ: મહેશ વસાવા દ્વારા કરવામાં આવેલા ડેટા ચોરીના આક્ષેપ પર પલટવાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, મહેશ વસાવા ચૂંટણી લડ્યા ત્યારે તેમને ર્દ્ગં્છ કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. જાે મેં ચોરી કરી હોય તો પોલીસ ફરિયાદ કેમ નથી કરતા?
સુખરામ રાઠવા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરોઅંદર વેવાઈ છે. આ “બી ટીમ” ના નારા લગાવનારાઓ વાસ્તવમાં પાંચ-પાંચ વર્ષના વહેંચાયેલા શાસનમાં એકબીજાની મદદ કરી રહ્યા છે.

