Gujarat

જસદણમાં ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો પર્દાફાશ

જસદણના નવા બસ સ્ટેશન નજીક આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે મોડી રાત્રે દરોડો પાડી દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક અને એક કર્મચારીને પણ ઝડપી પાડ્યા છે. પોલીસને અગાઉથી જ આ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જસદણ શહેરમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત સામે આવતા તે ચર્ચાનો વિષય બન્યો છે.