Gujarat

કલોલના નારદીપુરમાં ૩ ગૌવંશની ક્રૂર હત્યા

અજાણ્યા શખસોએ ગાયોને વાડામાંથી ચોરી ખેતરમાં લઈ જઈ રહેંસી નાખી; અવશેષો મળતા પશુપાલકોમાં રોષ

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે હ્લજીન્ રીપોર્ટ આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

ત્રણ પશુપાલકોની ગાયો વાડામાંથી ઓચિંતા ગાયબ થઈ ગઈ

પ્રાપ્ત વિગતો મુજબ, કલોલ તાલુકાના નારદીપુર ગામના લાલદાસ વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આયુષ લલ્લુભાઈ રબારીની એક કાળી ગાય ગત તા. ૨૭ માર્ચના રોજ વહેલી સવારે વાડામાંથી ગુમ હતી. આથી પશુપાલકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની ગાયની સાથે પડોશમાં રહેતા જીતુભાઈ રબારી અને કાનજીભાઈ રબારીની પણ એક એક ગાય મળી કુલ ત્રણ ગાયો ગાયબ હતી.

ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળતા ગ્રામજનો સ્તબ્ધ

પશુપાલકોએ દિવસભર શોધખોળ કરવા છતાં પશુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે નારદીપુરથી ડીંગુચા રોડ પર આવેલા ર્ંદ્ગય્ઝ્ર વેલ પાસેના એક પડતર ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળી આવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી હોવાનું બહાર આવ્યું

આ ઘટનાના પગલે પશુપાલકો અને ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોહીથી ખરડાયેલી જગ્યા પર ગાયના શિંગડા અને શરીરના અન્ય ભાગો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પશુપાલકોએ સ્થળ પરથી મળી આવેલા કોટીયુ અને દોરડા પરથી પોતાની ગાયોની ઓળખ કરી હતી. અંદાજે ૧.૪૫ લાખની કિંમતની ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું.

પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

આ ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડોક્ટર દ્વારા જરૂરી નમૂના લઈ હ્લજીન્ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં પણ આ અવશેષો ગૌવંશના હોવાનું પુરવાર થયું છે. જેથી પશુપાલક આયુષ રબારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.