જામનગર જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ કાર્યવાહી કરાઈ. પોલીસે જપ્ત કરેલા ₹2.03 કરોડથી વધુના 54,991 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જાહેરમાં નાશ કર્યો.
આ કાર્યવાહી આર.ટી.ઓ. કચેરી નજીક સરકારી જમીન પર વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ. જામનગર ગ્રામ્ય ડીવાયએસપી, સંબંધિત પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને પંચો હાજર રહ્યા.
આ જથ્થો પંચકોશી ‘એ’, ‘બી’, સિક્કા, કાલાવડ અને લાલપુર પોલીસ સ્ટેશનોના ગુનાઓનો હતો. અદાલતની મંજૂરી બાદ બોટલો પાથરી રોડ રોલર અને બુલડોઝર ફેરવી દેવાયું. પારદર્શિતા માટે વિડીયોગ્રાફી પણ કરાઈ.

