Gujarat

જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા છાશ વિતરણ સેવા કાર્ય યોજાયું

“સેવા એ જ ધર્મ” ના ભાવને સાર્થક કરતા, ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહદારીઓ અને જનસમુદાયને રાહત મળે તે હેતુથી જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તથા દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ ના સહયોગથી ઠંડા છાશનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવા કાર્ય શ્રેણિક એન્ટરપ્રાઈઝ, મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાયું.

આ પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર ની સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી હતી અને ઉનાળામાં લોકો સુધી ઠંડક અને તાજગી પહોંચે તેવા શુભ આશય સાથે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

આવા સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં માનવતા અને સહઅસ્તિત્વના મૂલ્યો વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી.