Gujarat

ધ્રોલ-ટંકારા હાઈવે પર કાર પુલ પરથી ખાબકી

ધ્રોલ-ટંકારા હાઈવે પર લતીપર ગામ નજીક એક કાર પુલ પરથી નીચે ખાબકી હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કાર બેથી ત્રણ પલટી ખાઈને પુલ નીચે પડી હતી.

કારમાં સવાર ડ્રાઈવર સહિત કુલ ત્રણ લોકોને આસપાસના લોકોએ બહાર કાઢ્યા હતા. સદનસીબે, કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો.