Gujarat

ચિલ્ડ્રન બેન્ક, ફાટેલી, કલર ઝેરોક્ષ વાળી નોટ કોણે જમાવી કરાવી તેને લઈ તપાસ, SOGએ ગુનો નોંધ્યો

અમદાવાદમાં અલગ-અલગ 15 બેન્કમાં વિવિધ દરની રૂપિયા 4.96 લાખની 1,483 નકલી ચલણી નોટો જમા થઇ છે. જેમાં 2000ના દરની 8, 500ના દરની 803, 200ના દરની 225, 100ના દરની 248, અને 50ના દરની 190 નોટ જમા થઇ હોવાની વિગતો સામે આવી છે.આ અંગે SOGએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

ચિલ્ડ્રન બેન્કની નોટ પણ બેંકમાં જમા થઈ શહેરની બેંકમાં ચિલ્ડ્રન બેન્ક, ફાટેલી, કલર ઝેરોક્ષ વાળી સહિત નકલી નોટ જમા કરાવવામાં આવી છે. બોગસ ચલણી નોટ જમા થયા બાદ મોટા પ્રમાણમાં આ નોટ બજારમાં પણ ફરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે હજી સુધી કોઈ આરોપી ઝડપાયા નથી. એ સાથે જ આ નોટ કઈ રીતે બજારમાં ફરતી થઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

‘ઈ-સાક્ષ્ય’ એપની મદદથી નોટની વીડિયોગ્રાફી મહત્વનું છે કે આ નોટની અંદર ચિલ્ડ્રન બેંક ફુલ ઓફ ફન લખેલી નોટ પણ છે. જ્યારે SOGની ‘ઈ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા તમામ નકલી નોટોની ઓનલાઈન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. જેથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા 29 માર્ચે જ 18 બેન્કમાં ચિલ્ડ્રન બેન્ક સહિત રૂ. 5.67 લાખની 1659 નકલી ચલણી નોટો જમા થઇ હતી.