અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામમાં કોળી પટેલ અને દેવીપૂજક સમાજના બે જૂથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને જૂથો કોઈ સામાન્ય બાબતને લઈને સામસામે આવી ગયા હતા, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાણંદના DYSP પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મટોડા ગામ પહોંચ્યા હતા. ગામમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 7 થી 8 પોલીસ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસની સક્રિયતાને કારણે હાલ બંને જૂથો વચ્ચે શાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

