સુરેન્દ્રનગર જિલ્લાથી SIRમાં ફોર્મ-7 ભરી ખોટી રીતે મતદારોના નામ રદ કરવાની આગ ભભૂકી છે. તા.13 જાન્યુઆરીએ કચ્છ-અમદાવાદ, માલવણ અને દસાડા હાઇવે ઉપર કોંગ્રેસે ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ દર્શાવતાં બજાણા અને દસાડા પોલીસ દ્વારા 280 કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા હતા.
કચ્છ-અમદાવાદ માલવણ અને દસાડા બેચરાજી સહિત જૈનાબાદ હાઈવે પર લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ખોટા નામો સાથે અરજી કરનારા કસૂરવારો સામે FIR નોંધવા મુદ્દે જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરમાં ફોર્મ-7 ભરી દસાડા, જૈનાબાદ અને બજાણા ગામોમાં 7,000 જેટલા મતદારોના નામ કમી કરાયા છે. જેમાં 90 ટકા મુસ્લિમ મતદારો છે.
ક્યાં અડધો, ક્યાંક પોણો કલાક ટ્રાફિકજામ
1) કચ્છ-અમદાવાદ માલવણ હાઈવે : અડધો કલાક 2 કિમી ટ્રાફિકજામ : 100 કાર્યકરો ડિટેઇન 2) દસાડા-બેચરાજી હાઇવે : પોણાે કલાક 3 કિમીનો ટ્રાફિકજામ : 50 કાર્યકરો ડિટેઇન 3) પાટડી-જૈનાબાદ હાઇવે : અડધો કલાક 2 કિમીનો ટ્રાફિકજામ : 30 કાર્યકરો ડિટઇન 4) ધ્રાંગધ્રામાં ફુલેરેશ્વર ચોકમાં રસ્તા રોકો આંદોલન : 50 કાર્યકરો ડિટેઇન 5) લીંબડી-સુરેન્દ્રનગર નેશનલ હાઇવે શિયાળીપોળ : 11 કાર્યકરો ડિટેઇન 6) અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર ટાયરો સળગાવાયા

