Gujarat

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ‘ભાજપાપ’ શીર્ષક હેઠળ ચાર્જશીટ રજૂ કરી છે. કોંગ્રેસે મહાનગરપાલિકામાં ભાજપના 20 વર્ષના કુશાસનનો આક્ષેપ કર્યો છે, જેના કારણે આગામી મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના જામનગર પ્રભારી લલિત વસોયાએ જણાવ્યું કે, મનપાના કચરાથી માંડીને તમામ કોન્ટ્રાક્ટમાં ભાજપની સંગઠન પાંખ 40 ટકા કમિશન ઉઘરાવી રહી છે. તેમણે ભાજપ પર શહેરના વિકાસમાં અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

વસોયાએ શહેરમાં રમતગમતના મેદાનનો અભાવ, ત્રીજા સ્મશાનની જરૂરિયાત, અપૂરતી સફાઈ અને ઘણા વિસ્તારોમાં પીવાલાયક દુર્ગંધયુક્ત પાણી જેવી સમસ્યાઓ પર ભાજપની આકરી ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું કે મનપા બોર્ડમાં અનેક ઠરાવો થાય છે, પરંતુ તેનો અમલ થતો નથી.

કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ મહાનગરપાલિકામાં સત્તા પર આવશે, તો રમતગમતના મેદાન, ત્રીજા સ્મશાન, પાણીની સમસ્યાઓ, વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા, વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ અને સુભાષ શાકમાર્કેટ સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે.