રાજકોટ કાર રેન્ટ પર લઇ પરત નહી આપી છેતરપીંડી કરનાર બે આરોપીઓને બે ફોરવ્હીલ થાર સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૧/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં અલગ-અલગ સેલ્ફ ડ્રાઇવિંગ કાર વાળાઓ પાસેથી ભાડા પેટે ફોરવ્હીલ કાર લઇ જઇ ભાડું કે ફોરવ્હીલ કાર પરત નહી આપેલા રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશનોમાં ગુન્હા દાખલ થયેલ જેમા રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન BNS કલમ-૩૧૬(૨) ઉપરોકત સુચનાના આધારે અમો એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ ઉપરોક્ત ગુન્હાઓના કામેના નાસતા-ફરતા આરોપીને પકડી પાડી ગુન્હાના કામે ગયેલ ફોરવ્હીલ કાર પકડી પાડી ગુન્હાઓ ડીટેકટ કરવા જરૂરી સુચના તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને શોધી કાઢવા સારૂ ટેકનીકન તેમજ હ્યુમન સોર્સીસ ઉપયોગ કરી ગુનાના આરોપીને શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપીનું લોકેશન અમદાવાદ હોવાની હકીકત મળતા આરોપીઓને પકડી પાડી ગુન્હાના કામે ગયેલ ફોરવ્હીલ કાર કબ્જે કરી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (૧) દર્પણભાઇ મનસુખલાલ મણવર ઉ.૪૦ રહે.જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામે રાજકોટ (૨) આમીરભાઇ અસ્લમભાઈ વોરા ઉ.૩ર રહે.સોજીત્રા શ્રીમાળી પોળ સોસા. તા.સોજીત્રા જી.આણંદ. સફેદ તથા કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર રોક્ષ કાર જેના રજી.નં.GJ-03-PJ-9423 કિ.૧૬,૨૦,૦૦૦ સફેદ તથા કાળા કલરની મહિન્દ્રા કંપનીની થાર કાર જેના રજીનં.GJ-09-BM-0002 કિ.૪,૦૦,૦૦૦ કુલ કિ.૨૦,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


