અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને એક મોટી સફળતા મળી છે જેમાં, નવરંગપુરા વિસ્તારમાં આવેલા ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં દરોડા પાડી એક મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા બ્રીડિંગ અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસ દ્વારા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને જપ્ત પણ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ પ્રજાતિના મોંઘા અને દુર્લભ જીવો મળી આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા દરમિયાન અત્યંત દુર્લભ રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું, ૭ પર્સિયન કેટ અને તેના બચ્ચાં, ૧૪ નાના-મોટા હૅમ્સ્ટર, ૧૮ મીની લોપ સસલા અને ૯ લેધર લેબ દ્વાર્ફ જેવા પ્રાણીઓ ઝપડ્યા છે.
તેમજ પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા ૬ આફ્રિકન ગ્રે પેરોટ, ૫ બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ૩ એક્લેક્ટસ પેરોટ, ૪ સન કોનીપોર, ૨ ગાલા કોકાટુ, ૧ સલ્ફર કોકાટુ, તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યા છે.
હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણના નિયમો હેઠળ ગુનો નોંધીને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે પેટ શોપ અને બ્રીડિંગ સેન્ટરો સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
પોલીસ સમક્ષ આરોપીએ રજૂ કરેલા પરિવેશ પોર્ટલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાતા હવે છસ્ઝ્ર, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરશે. રહેણાંક મકાનમાં વ્યવસાયિક સંવર્ધન કરવાથી સ્થાનિકોમાં ઝૂનોટિક રોગો ફેલાવવાનું ગંભીર જાેખમ ઊભું થયું છે. આ મામલે આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે.

