વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીનું ટોયલેટમાં ઢળી પડ્યા બાદ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક કેદીની ઓળખ ગોપાલભાઈ ઉર્ફે જનકભાઈ રતિલાલ શેઠ (ઉંમર 60 વર્ષ) તરીકે થઈ છે. તેઓ કલોલ, પંચમહાલના વતની હતા. હાલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વૃદ્ધ કેદી જેલના ટોઇલેટમાં અચાનક ઢળી પડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ, ગત સાંજે મૃતક વૃદ્ધ કેદી જેલના ટોઇલેટમાં કેદી અચાનક ઢળી પડ્યા હતા. તેમની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેઓને શ્વાસની બીમારી હતી અને હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડાયો મૃતક કેદીની વર્ષ 2024થી શ્વાસની બીમારીથી પીડાતા હતા અને તેની સારવાર ચાલી રહી હતી. આ મામલે પરિવારને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

