રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં તા. 12 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજીઓનલ એકઝીબીશન (કચ્છ અને સૌરાષ્ટ્ર)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 13ના જામનગરથી ડી. કે. વી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના પ્રિ. ડૉ.પી. વી. બાણગગોરીયાનાં માર્ગદર્શન હેઠળ કોલેજના 154 વિદ્યાર્થીઓ અને 11 અધ્યાપકોએ એકઝીબીશનની મુલાકાત લઇ આધુનિક ઉદ્યોગ જગતની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જુદા-જુદા વિશાળ 6 ડોમમાં ટેકનોલોજીની સાથે સાથે પરંપરાગત ઉદ્યોગોનો પણ ડોમ હોવાથી આ પ્રકારના એકઝીબીશન વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વ્યવસાય કે નોકરી મેળવવામાં ઉપયોગી બનશે. નોડલ ઓફિસર તરીકે પ્રા.ડો. એચ એમ. વ્યાસ રહ્યા હતાં.

