પાટણ જિલ્લાના રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાતલપુર બસ સ્ટેન્ડથી ભાભર હાઈવે રોડ પર આવેલા હોલસેલ વેપારીના સ્ટોરમાં બની હતી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આગની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગની તીવ્રતા જોતા વધુ ફાયર ફાઈટરની જરૂર પડતા પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું હતું.

