દુકાનમાંથી ધૂમાડો નીકળતાં ફાયર બ્રિગેડની ૪ ગાડીઓ ઘટનાસ્થળે દોડી, આસપાસના દુકાનદારોમાં દોડધામ
અમદાવાદના નારોલ-નરોડા હાઇ-વે પર કૃષ્ણનગર વિસ્તારમાં વિજય પાર્ક પાસે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ હાલ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના નારોલ-નરોડા હાઇ-વે પર વિજયપાર્ક પાસે આવેલા મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી ઇલેક્ટ્રિક સર્વિસ ડકમાં આગ લાગી હતી. સર્વિસ ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભડાકા થયા હતા.આગ લાગતા અને ભડાકા થતા દુકાનદારોમાં દોડધામ મચી હતી. લોકો દોડીને બહાર આવી ગયા હતા. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બીજા માળે સર્વિસ ડકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઉપરથી નીચેના ડક સુધી આગ ફેલાઈ ગઈ હતી. કોમ્પલેક્ષમાં આગના ધુમાડા ફેલાઈ ગયા હતા. દુકાનદારો દ્વારા પોતાની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા તરત જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

