Gujarat

કડીના વરખડીયા ગામે પાર્ક કરેલી ક્રેટા ગાડીમાંથી ૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડીયા ગામે બાતમીના આધારે દરોડો પાડી એક સફેદ કલરની ક્રેટા ગાડીમાંથી રૂ. ૩,૧૭,૬૬૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી મળી કુલ રૂ. ૮,૧૭,૬૬૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને દારૂની બાતમી મળી હતી

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન છજીૈં મહેન્દ્રકુમાર અને કોન્સ્ટેબલ જાેરાજીને સંયુક્ત બાતમી મળી હતી કે, વરખડીયા ગામનો અજયજી ગાભાજી ઠાકોર વિદેશી દારૂનો વેપાર કરે છે અને તેણે દારૂનો જથ્થો પોતાની સફેદ ક્રેટા ગાડીમાં ભરી વરખડીયા ગામના ભરવાડ વાસના ગેટ પાસે પાર્ક કરી રાખ્યો છે.

દારૂની ૩૦ પેટી સહિતનો મુદ્દામાલ જપ્ત

આ બાતમીના આધારે પીએસઆઈ પી.એન. રબારીએ બાવલુ પોલીસ સ્ટેશનની વાઘરોડા આઉટ પોસ્ટના સ્ટાફનો સંપર્ક કરી સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી ક્રેટા ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૦ પેટીઓ તથા છૂટી બોટલો મળી કુલ ૪૭૨ નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે ગુનો દાખલ કર્યો

પોલીસે રૂ.૩,૧૭,૬૬૦ની કિંમતનો દારૂ અને રૂ. ૫,૦૦,૦૦૦ની કિંમતની ક્રેટા ગાડી મળી કુલ રૂ. ૮,૧૭,૬૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી અજયજી ગાભાજી ઠાકોર (રહે. વરખડીયા, ઠાકોરવાસ) વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.