ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સાકાર થયેલું સપનું છે, જે હવે સિંગાપોર, દુબઈ અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬” ના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ગૌરવશાળી સિદ્ધિ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રા અને ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સપનાનું શહેર: ડે ડ્રીમથી વૈશ્વિક ફિનટેક સિટી સુધી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટીના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું કે, લગભગ ૨ દાયકા પહેલા જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ એક ઉજ્જડ જમીન પર આ પ્રોજેક્ટનું વિઝન રાખ્યું હતું, ત્યારે ઘણાએ તેને માત્ર એક કલ્પના ગણાવી હતી. આજે આ શહેર માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. IFSCA ના યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર અને આકર્ષક ટેક્સ માળખાને કારણે ગિફ્ટ સિટી વિશ્વના નકશા પર મજબૂત રીતે ઉભરી આવ્યું છે.
વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી: નવી સુવિધાઓની જાહેરાત
યુવાનોની સામાજિક જરૂરિયાતો અને ‘ઈવનિંગ લાઈફ‘ને વધુ જીવંત બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આગામી ૧ વર્ષમાં ગિફ્ટ સિટીમાં ૨૦ થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. વધુમાં, સરકાર ‘વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી‘ મોડેલ હેઠળ કર્મચારીઓ માટે અત્યાધુનિક રહેણાંક સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ધ્યાન આપી રહી છે.
ગ્લોબલ એક્સપોઝર હવે ઘર આંગણે
મંત્રીએ યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે હવે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કક્ષાનું વળતર અને એક્સપોઝર બંને ઉપલબ્ધ છે. આ માટે ૈંૈંસ્-અમદાવાદ, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી સંસ્થાઓ ‘વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ‘ તૈયાર કરી રહી છે. વિપ્રો જેવી દિગ્ગજ કંપનીઓનું સ્વાગત કરતા તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં રહેલી રાજકીય અને નીતિગત સ્થિરતા રોકાણકારો માટે શ્રેષ્ઠ તક છે.
વિકસિત ભારત જ્ર ૨૦૪૭ નો સેતુ
વડાપ્રધાનના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે જે નાણાકીય પ્રવૃત્તિઓ અગાઉ વિદેશમાં થતી હતી, તે હવે ભારતની ધરતી પર પરત આવી રહી છે. ગિફ્ટ સિટી ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત‘ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વનો સેતુ બનશે. ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટકે પણ આ પ્રસંગે રોડમેપ રજૂ કરતા જણાવ્યું કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને રેગ્યુલેટર ‘વન ટીમ, વન ડ્રીમ‘ ના સૂત્ર સાથે કામ કરી રહ્યા છે.
આ સમિટમાં સંજય કૌલ, કે. રાજારામન, રિશદ પ્રેમજી અને લલિત આહુજા જેવા અગ્રણીઓએ પણ ગિફ્ટ સિટીના ભવિષ્ય અને ટેલેન્ટ મેનેજમેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

