Gujarat

રાજકોટમાં યુવતી સાથે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ

રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં એક મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી ખાતરી આપી દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી. હું તારી સાથે જ લગ્ન કરીશ કહીં 3 દિવસ પહેલા યુવક ભગાડી ગયો હતો. સબંધીના ઘરે ચાર વખત દુષ્કર્મ આચર્યા બાદ હું પરિણીત છું તારી સાથે લગ્ન નહિ કરી શકું કહી યુવતીને છોડીને જતો રહ્યો હતો.

આ મામલે આજીડેમ પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે સોહિલ ઈબ્રાહીમ નોતીયાર વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીએ કાગળ પર મોબાઈલ નંબર લખી યુવતીને આપ્યો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી છ મહિના પહેલા જ્યારે પોતાના દાદીના ઘરે જઈ રહી હતી, ત્યારે ભવાની ચોકમાં આરોપી સોહિલ ઈબ્રાહીમ નોતીયારે તેને મોબાઈલ નંબર લખેલી એક કાગળની કાપલી આપી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી.

સોહિલે પોતાની ઓળખ માંડાડુંગર વિસ્તારમાં રહેતા અને ભવાની ચોકમાં ‘એ.પી. મોબાઈલ’ નામની રિપેરિંગ દુકાન ધરાવતા વેપારી તરીકે આપી હતી. ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને સોહિલે યુવતીને વિશ્વાસમાં લેવા માટે એક મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો હતો.

ગઈ તા. 27 માર્ચ 2026ના રોજ યુવતીના પિતાએ ફોન પર વાતચીત કરતા પકડી પાડતા ઠપકો આપી ફોન તોડી નાખ્યો હતો. આ અંગેની જાણ યુવતીએ સોહિલને કરતા તેણે યુવતીને ઘર છોડીને પોતાની પાસે આવી જવા લાલચ આપી હતી. ગત 31 માર્ચ 2026ની રાત્રે યુવતી ઘરેથી નીકળી પ્રણામી ચોક પહોંચી હતી, જ્યાંથી સોહિલ તેને બાઈક પર બેસાડી માંડાડુંગર ભીમરાવનગર ખાતેના તેના એક સંબંધીના ઘરે લઈ ગયો હતો. ત્યાં રાત્રિના 11 વાગ્યા આસપાસ સોહિલે “હું તારી સાથે જ લગ્ન કરીશ” તેવું કહી યુવતીની મરજી વિરુદ્ધ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.