ગોંડલ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ કવાયત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા SP વિજયસિંહ ગુર્જરની ખાસ સૂચના તેમજ ગોંડલ ડિવિઝનના DYSP કે.જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગોંડલ શહેરના બંને પોલીસ સ્ટેશનનો કાફલો જોડાયો હતો.

આ ફૂટ પેટ્રોલિંગમાં ગોંડલ સિટી ‘એ’ ડિવિઝનના PI જે.આર. ઝાલા, PSI વી.કે. સુરાણી, તથા ‘બી’ ડિવિઝનના PI જે.પી. રાવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સામેલ હતો. પોલીસ કાફલાએ શહેરની મુખ્ય બજારો, ભીડભાડવાળા જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.

