Gujarat

બેટ દ્વારકાના હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી કાર્યક્રમોની રૂપરેખા જાહેર

બેટ દ્વારકાના પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાન જ્યંતી નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સમિતિ દ્વારા આ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા જાહેર કરવામાં આવી છે.જાહેર કરાયેલી રૂપરેખા મુજબ, તારીખ 1 એપ્રિલ, 2026 (બુધવાર) ના રોજ સવારે 10:00 વાગ્યે વિજયમંત્ર અખંડ રામધૂનનો પ્રારંભ થશે.

આ રામધૂન સતત બે દિવસ સુધી ચાલશે.તારીખ 2 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 6:58 વાગ્યે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ઉત્સવ અને મહાઆરતી યોજાશે. ત્યારબાદ સવારે 10:00 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ અને નિત્ય આરતી કરવામાં આવશે.સવારે 11:00 વાગ્યે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા છે.

મંદિર સમિતિના પ્રમુખ હેમભા વાઢેર દ્વારા હનુમાન જ્યંતી મહોત્સવમાં પધારતા તમામ ભક્તોને મહાપ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હનુમાન જ્યંતી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવે તેવી શક્યતા છે. આથી, મંદિર સમિતિ દ્વારા ભક્તોની સુવિધા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.