Gujarat

જમનાવડના હસમુખભાઈ વાધમશીનું અવસાન થતા ચક્ષુદાન કરાયું

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને ૪૦૪મું ચક્ષુદાન

ધોરાજી તાલુકાના જમનાવડ ગામના ખેડૂત હસમુખભાઈ ભગવાનજીભાઈ વાધમશી નું અવસાન થતા પરીવાર જનોએ સ્વ હસમુખભાઈ નાં ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો રાજ બેરા અને મેડિકલ ટીમ ના રોહિતભાઈ સોદરવા અને દિનેશભાઈ ચુડાસમા સહિતના ઓ એ પોતાની સેવા ઓ બજાવી હતી આતકે પરેશભાઈ વાધમશી, વિપુલભાઈ વાધમશી, વિનુભાઈ હડીયા, શંભુભાઈ હડીયા, અતુલભાઈ પરડવા, અને હિતેશભાઈ પરડવા સહિતના ઓ હાજર રહ્યા હતા આતકે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી એ જમનાવડના વાધમશી પરિવારની સેવાઓને બીરદાવી સ્વ હસમુખભાઈનેં શ્રધ્ધા સુમન અપેણ કરેલ હતા ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન માટે ૯૮૯૮૭૦૧૭૭૪ ૯૮૯૮૭૧૫૭૭૫ અને સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવો માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા ૪૦૪ મુ ચક્ષુદાન કરાયું છે