“જજ સાહેબ, તમારી બાજુમાં બેઠેલી ક્લાર્કનું મારા પતિ સાથે લફરું છે!”
જૂની હાઈકોર્ટ પાસે આવેલ અમદાવાદ ગામ્ય કોર્ટની બુધવારે બપોરના કામગીરી ચાલતી હતી, ત્યારે સંકલન વિભાગના એક પીએસઆઈની પત્ની પોતાના છ મહિનાના માસૂમ બાળકને લઈને અચાનક કોર્ટ રૂમમાં પ્રવેશી હતી. તેણીએ સીધા જ ડાયસ પર જજ સાથે બેઠેલ યુવતીને સંબોધીને ગંભીર આક્ષેપ કર્યો કે, “સાહેબ, તમારી સાથે બોર્ડ પર બેઠેલી આ યુવતીનું મારા પતિ સાથે લફરું છે. આ યુવતી મારું ઘર બગાડી રહી છે.” માત્ર આક્ષેપો જ નહીં, પરંતુ પત્નીએ પૂરતી તૈયારી સાથે આવીને જજ સમક્ષ પુરાવાઓનો ઢગલો કરી દીધો હતો.
ન્યાયના મંદિરમાં જ્યાં લોકો ન્યાયની આશાએ આવતા હોય છે, ત્યાં જ બુધવારે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં એક એવી ઘટના બની જેણે વકીલો, અરજદારો અને સ્વયં જજ જાણીને સ્તબ્ધ થઈ ગયા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એક કોર્ટ રૂમમાં ‘પતિ, પત્ની ઔર વો‘નો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો બુધવારે બપોરે જ્યારે અમદાવાદ ગ્રામ્ કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે સંકલન અધિકારી (ઁજીૈં) તરીકે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીની પત્ની પોતાના ૬ મહિનાના માસૂમ બાળકને લઈને અચાનક કોર્ટ રૂમમાં ધસી આવી હતી. તેણે સીધા જ ડાયસ પર બેઠેલા જજને સંબોધીને ગંભીર આક્ષેપ કરવાનું શરૂ કર્યું હતું કે, “સાહેબ, તમારી સાથે બોર્ડ પર બેઠેલી આ યુવતીનું મારા પતિ સાથે લફરું છે. આ યુવતી મારું ઘર બગાડી રહી છે.” અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સમક્ષ મહિલા ક્લાર્ક પર આરોપ લગાવીને પત્ની અટકી નહોતી, તે પૂરી તૈયારી સાથે આવી હતી. તેણે જજ સમક્ષ પુરાવા રજૂ કરતા વકીલોમાં પણ સોંપો પડી ગયો હતો. પત્નીએ રજૂ કરેલા પુરાવાઓમાં પતિ અને કોર્ટની મહિલા ક્લાર્કના અંગત ફોટા. બન્ને વચ્ચેના અંગત વીડિયો. એક કથિત ઓડિયો ક્લિપ, જેમાં મહિલા ક્લાર્ક ઁજીૈં પાસે ચાંદીની પાયલની માંગણી કરતી સંભળાય છે. ગ્રામ્ય કોર્ટ રૂમમાં ભાવુક થયેલી પત્નીએ જજ સમક્ષ ન્યાયની માંગ કરતા જણાવ્યું કે જાે મારું ઘર તૂટશે અથવા તેને ન્યાય નહીં મળે, તો તે આત્મહત્યા કરી લેશે. તેણે એમ પણ ઉમેર્યું કે તે મરતા પહેલા તમામ વિગતો સાથેની સુસાઈડ નોટ પણ લખશે. આ નિવેદન બાદ કોર્ટ રૂમમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
બીજી બાજુ, સ્થિતિની ગંભીરતા અને મર્યાદા જાળવવા માટે જજ સાહેબે મહિલાને અંગત પારિવારિક મામલો ગણાવી કોર્ટ રૂમની બહાર જવા સૂચના આપી હતી. ત્યારબાદ કોર્ટ સંકુલમાં વકીલો અને અન્ય લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અંતે વકીલોની લાંબી સમજાવટ અને મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો અને પત્ની શાંત પડી પરત ફરી હતી. આ ઘટના આખો દિવસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ‘ટોક ઓફ ધ ટાઉન‘ બની રહી હતી. કાયદાના રક્ષક અને ન્યાય પ્રણાલીના કર્મચારી વચ્ચેના આ કથિત સંબંધોએ અનેક ચર્ચાઓ જગાવી છે.

