Gujarat

હિંમતનગર પોલીસે આવાસ યોજનાના મકાનમાં દરોડા પડીને ૬ કિલો ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડ્યો

નશીલા પદાર્થ નું વહેચણ અટકાવવામાં હિંમતનગર પોલીસને સફળતા મળી છે જેમાં, શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજાે જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે.

હિંમતનગર ‘એ‘ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આવાસ યોજનાના એક મકાનમાં માદક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યા હતા. ઘરની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં સંતાડીને રાખેલો ગાંજાે મળી આવ્યો હતો. પોલીસે કુલ ૬ કિલો ૪૧૩ ગ્રામ ગાંજાે જપ્ત કર્યો છે. પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૩,૨૦,૬૫૦ રૂપિયા જેટલી થાય છે.

આ મામલે પોલીસે મકાનમાં હાજર શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે. જાેકે, આ ગુનામાં અન્ય સવાભાઈ અને ભરત નામના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે દ્ગડ્ઢઁજી છષ્ઠં (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પોશીનાથી કોણે મોકલ્યો હતો અને હિંમતનગરમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.