Gujarat

‘વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે… તેના માટે માથુ પણ આપીશ‘ – સમાજ બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર

બનાસકાંઠાના એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ મામલે ખુલીને નિવેદન આપ્યુ હતુ

બનાસકાંઠાના ડીસાના જાબડીયમાં ડીજે વગાડવાને લઇને થયેલો વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. જાણીતા કલાકર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને લગ્ન પ્રસંગે ડીજે પર વરઘોડો કાઢવાને લઇને એક વર્ષ માટે સમાજ બહાર મુકાયા હતા. હવે આ મામલે સુપરસ્ટાર એક્ટર વિક્રમ ઠાકોરે બંધારણ સવાલો ઉઠાવ્યા તો અર્જૂન ઠાકોરે વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવાને લઇ મોટુ નિવેદન આપ્યુ. અર્જૂને સપોર્ટ કરતાં કહ્યું કે, જાે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેમના માટે માથુ પણ આપવા હું તૈયાર છું.

બનાસકાંઠાના એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ મામલે ખુલીને નિવેદન આપ્યુ હતુ. વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડેહાથ લેતા ડીજે સંચાલકો અને કલાકારોના બેરોજગારીના મુદ્દાને ઉઠાવ્યો હતો. હવે ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બદલ સમાજ બહાર મુકાયેલા કલાકાર અર્જૂન ઠાકોરે હૂંકાર કરતાં ખુલીને મેદાનમાં આવ્યા છે. તેમને વિક્રમ ઠાકોરના રાજકારણમાં આવવા પર નિવેદન આપ્યુ છે. અર્જૂને જાે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેમને ખુલ્લો સપોર્ટ કરવાનો છું, વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો પણ આપવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને એક પારીવારિક પ્રસંગમાં ડીજે વગાડવાને લઇ સમાજના આગેવાનોએ મીટિંગ બોલાવી એક વર્ષ માટે સમાજ બહાર મુકી દેવામાં આવ્યા હતા. આ મામલે વિક્રમ ઠાકોરે સમાજના બંધારણ પર સવાલો ઉઠાવ્યા હતા.

ઠાકોર સમાજના બંધારણ સામે સમાજના કલાકારોએ જ મોરચો માંડ્યો છે. વિક્રમ ઠાકોરે ડીજે પરના પ્રતિબંધને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, બનાસકાંઠાના એક કાર્યક્રમમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, સમાજનું બંધારણ બનાવનારાઓને ડીજે શું છે તે જ ખબર નથી પડતી, ડીજે વગાડશો તો બંધા ભેગા થશે, નાચશે અને દારુ પીશે તેવો આગેવાનનો દાવો ખોટો છે, તમે ઢોલ વગાડશો તો પણ ભેગા થશે દારુ પીશે અને ઝઘડો કરશે. વિક્રમ ઠાકોરે ડીજે બંધ કરવાથી સુધારો આવવાની વાતને ઠેરવી ખોટી છે. જાહેરમાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, ડીજે બંધ કરાવતા ડીજેના કલાકારો ઘરે બેસી ગયા અને બેરોજગાર થયા છે, આ બધાને રોજગાર આપો. મેં આ અંગે સાંસદ ગેનીબેનને પણ વિનંતી કરી હતી. બંધારણની રચના કરનારા બધા મોટા માણસો છે એટલે ડીજેની ખબર નથી પડતી.

ક્ષત્રિય ઠાકોર સમાજે ગત ૪થી જાન્યુઆરીના દિવસે ઓગડનાથ ધામમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું બંધારણ જાહેર કર્યુ હતુ. જેમાં મોટા મોટા રાજકારણી અને સમાજના આગેવાનોએ હાજરી આપી હતી, હવે આ ૧૬ મુદ્દાના બંધારણનું ઉલ્લંઘન બનાસકાંઠાથી થયુ હતુ.