Gujarat

સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ ડેમોમાં પાણી ખૂટ્યા

સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના પાંચ માંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણી ભરેલું છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી પૂરું પાડવું હોય તો અત્યારથી જ સૌની યોજનાનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે.

રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર યશ વેગડે જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, જામનગરમાં 38 ટકા, મોરબીમાં 50 ટકા, રાજકોટમાં 53 ટકા અને સુરેન્દ્રનગરમાં 40 ટકા ડેમો ભરેલા છે. સિંચાઈ માટેનું પાણી ડેમોમાંથી આપવામાં આવે છે જ્યારે પીવાના પાણી માટે બાકીના ડેમો રિઝર્વ રાખવામાં આવેલા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના અંતર્ગત જરૂરિયાત મુજબ ડેમોમાં પાણી ઠલવવામાં આવે છે. આજી 1,2,3 અને ભાદર – 1 ડેમ પર વોટર સપ્લાય માટે આધાર રાખવાનો હોય છે. આ ઉપરાંત છે. આ ઉપરાંત કરમાડ ડેમમાં 18.43 ટકા, ઈશ્વર્યા ડેમમાં 9.33 ટકા, કરણુકી ડેમમાં 13.93 ટકા, ગોંડલી ડેમમાં 11.37 ટકા, વાછપરી ડેમમાં 29.58 ટકા, વેરી ડેમમાં 59.26 ટકા, ભાદર ડેમમાં 49.17 ટકા, સુર્વો ડેમમાં 59.71 ટકા, મોતીસર ડેમમાં 36.05 ટકા, કબીર સરોવર ડેમમાં 12.17 ટકા પાણી છે.