Gujarat

સુરેન્દ્રનગરમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકા કચેરીએ હલ્લાબોલ

સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓએ થાળી-વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં રમઝાન માસ શરૂ થતો હોવાથી, મહિલાઓએ તાત્કાલિક ધોરણે પાણીના પ્રશ્નનો નિકાલ લાવવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.