રાજ્યમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ૨,૭૫૬ કરોડથી વધુના ખર્ચે ૧૮૨૩થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી
ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું લક્ષ્ય ધરાવે છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ચ સરકાર મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવાની સાથે નવા ગ્રીન સ્પેસના નિર્માણ તેમજ ૧૦૦ લિગસી વેસ્ટના નિકાલ માટે પ્રતિબદ્ધ છે.
*શહેરી વિસ્તારોમાં ૨૪૦ હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ બનાવવામાં આવશે:
ગુજરાતે હંમેશા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં ૨૪૦ હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે, જેમાં બાગ-બગીચા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે સ્પન્જ પાર્ક્સ અને અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ ૩૪૦થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી ૧૪૬ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે.
*મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ૯૦ લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ:
આ ઉપરાંત, શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના શહેરોને હરિયાળા બનાવવાની દિશામાં ૯૯ લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૨ નગરપાલિકાઓમાં આશરે ૯૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
*કૅચ ધ રેઇન: વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં ૪.૧૯ લાખ કિલોલિટરનો વધારો:
ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટે કૅચ ધ રેઇન પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૨ નગરપાલિકાઓમાં કુલ આશરે ૨,૯૦૦ રેઈન વોટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે શહેરોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં આશરે ૪.૧૯ લાખ કિલોલિટરનો વધારો થયો છે. આ ઉપરાંત, ૨,૬૦૩ પ્રોજેક્ટ્સ હાલ અમલમાં છે, ૧,૨૩૦ પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને ૬,૬૪૨ નવા પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.
આ સાથે તળાવોના રિડેવલપમેન્ટ અને પુન:સ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત કુલ ૧૪૦ લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી ૫૪ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે, ૫૭ પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે, ૯ પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને ૨૦ પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.
*રાજ્યમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ:
રાજ્ય સરકારે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં ૨૮૫થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેથી શહેરોમાં નવનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય. આ ઉપરાંત, ગંદા પાણીના પુન:ઉપયોગ માટે ૨૦ રિયુઝ ઑફ ટ્રીટેડ વેસ્ટ વોટર (ઇ્ઉઉ) પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે ૬૫૬ મિલિયન લિટર પ્રતિ દિન (સ્ન્ડ્ઢ) પાણી પુન:ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત, શહેરી પ્રદૂષણ સામે હવાની ગુણવત્તા સુધારવા માટે શહેરી વિકાસ વિભાગ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આવરી લેતા ‘ક્લીન એર ઍક્શન પ્લાન્સ’ને લૉન્ચ કરવાનો લક્ષ્યાંક પણ ધરાવે છે. રાજ્યની બાકી રહેલી ચાર મોટી મહાનગરપાલિકાઓ ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર માટે પણ ક્લીન એર ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
*માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજ્યના શહેરોમાં ૧૦૦% લેગસી વેસ્ટના નિકાલનું લક્ષ્ય:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત રાજ્ય સરકારે માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજ્યના શહેરોમાં ૧૦૦% લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ ૩૦૪.૦૯ લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં ૨૮૧.૮૦૨ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા ?૨,૭૫૬ કરોડથી વધુના ખર્ચે ૧૮૨૩થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવશે. રાજ્યભરમાં શહેરોના જાહેર સ્થળોએથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવા માટે ૧,૫૩૩ ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (ય્ફઁજ)ની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટકાઉ શહેરી આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપતી આ દરેક પહેલ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

